અંકલેશ્ર્વરમાં પ્રદૂષણની માત્રા વધી, ક્રિટિકલ ઝોનમાં સમાવેશ
ભરૂચ
અંકલેશ્ર્વરમાં લાગેલી આગ બાદ હવા પ્રદૂષણની માત્રા વધતા જીપીસીબીએ મોનિટરિંગ શરૂ કર્યું હતું અને આજુબાજુના ત્રણ સ્થળે પોર્ટેબલ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી હતી જેના પગલે હવામાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પણ હવે જીપીસીબી કાર્યવાહી કરશે. અંકલેશ્ર્વરમાં શિયાળાની શરૂઆત થતાં હવા પ્રદૂષણની ફરિયાદ ઊઠી રહી છે. અંકલેશ્ર્વર જીઆઈડીસીમાં ટેકનોલોજી કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી જેને લઈને હવામાં કાર્બન ડાયોક્સાઈડ તેમજ સોલ્વન્ટ ફેલાતા હવા પ્રદૂષણમાં એકદમ વધારો થયો હતો જેને લઈને જીપીસીબી દ્વારા આગ લાગવાના સ્થળની આસપાસ એર મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરીને હવા પ્રદૂષણનું એનાલિસિસ હાથ ધર્યું હતું જેના રિપોર્ટ આધારે આગામી દિવસો કંપની સામે કાર્યવાહી થઈ શકે છે. અંકલેશ્ર્વરમાં પ્રદૂષણની માત્રા છેલ્લા ત્રણ દિવસના ઓનલાઈન જીપીસીબી મોનિટરિંગ ડેટા જોતા હવામાં પી.એમ. ૨.૫ની માત્ર એવરેજ ૨૨૮ આવી હતી. પી.એમ. ૧૦ની માટી એવરેજ ૧૫૭ આવી હતી. એસ.ઓ.૨નું પ્રમાણ ૧૦૧ તેમ જ સી.ઓ.નું પ્રમાણ ૮૩ જોવા મળ્યું હતું તો ઓઝોનનું પ્રમાણ એવરેજ ૬૮ જોવા મર્યું હતું. જે મિનિમમ માત્ર કરતા વધુ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન હવા પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકો આરોગ્યલક્ષી ફરિયાદો કરી રહ્યા છે.