રાજકારણમાં 20-20 રમવા અંગે સીએમ રૂપાણી બાદ નાયબ મુખ્યમંત્રી નું નિવેદન
ગાંધીનગર
રાજકારણમાં 20-20 રમવા અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના નિવેદન બાદ હવે ડેપ્યુટી સએમ નીતિન પટેલે પણ નિવેદન આપ્યુ છે. ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યુ હતુ કે, તેઓને ક્રિકેટનો શોખ નથી. હું કોઈ ક્રિકેટ કે રમતમાં નથી. દરેક વ્યક્તિનો અલગ અલગ શોખ હોય છે. મને રાજકારણનો શોખ છે. સેવાભાવથી હું આક્ષેત્રમાં જોડાયો.
વિજયભાઈ રૂપાણીએ ટ્વેન્ટી ટ્વેન્ટી રમવાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આજે જાહેર મંચ પરથી નીતિનભાઈએ પોતાનો બળાપો ઠાલવ્યો છે. નીતિનભાઈએ ખુલ્લેઆમ કહ્યું તે કે મહેસાણામાં મને હરાવવાનો પ્રયાસ થયો હતો. મારા જીવનમાં દર 5 વર્ષે ઘાત આવે છે. મને મહેસાણામાં ટીકિટ અપાઈ છતાં આ સમાજે મને જીતવામાં ખાસી મદદ કરી હતી. આંજણા ચૌધરી પરિવારની સંસ્થાવા રજત જયંતિ મહોત્સવમાં નીતિનભાઈએ આજે સ્પષ્ટ શબ્દોમાં કરેલા ખુલાસાએ એ સાબિત કર્યું છે કે ભાજપમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. સરકારમાં આજે પણ ખેંચતાણ એમ જ ચાલી રહી છે.
ગાંધીનગર ખાતે આજે આંજણા ચૌધરી પરીવારની સંસ્થાના રજત જયંતિ મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાજરી આપી હતી..અને કહ્યુ હતુ કે લોકો વિદેશમાં જાય છે. પણ ભારત સરકારમાં પણ અનેક એવી જગ્યાઓ છે. જ્યાં ગુજરાતીનું પ્રમાણ ઓછું છે. ગુજરાતીઓ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે.અને લોકો ઈચ્છે છે કે સરકારી નોકરી મળે. અને સરકાર પણ ગુજરાતીઓને સ્પીપાના માધ્યમથી રાજ્ય કે કેન્દ્ર સરકારની સેવામાં જોડાય તે માટે પ્રયાસ કરે છે.