એપ્રિલમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેશે, બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે.
ન્યુ દિલ્હી :
કોરોનાવાઈરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે. તેના કારણે બેંકોમાં સ્ટાફની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. સોશિયલ ડિસ્ટેંસિંગને પ્રોત્સાહન આપવા માટે બેંકોએ તેમના ટાઈમ ટેબલમાં કેટલાક ફેરફારો કર્યા છે. તેમજ રજાઓના કારણે પ્રાઈવેટ અને પબ્લિક બેંકો એપ્રિલમાં 9 દિવસ માટે બંધ રહેશે. તે ઉપરાંત દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. આમ એપ્રિલમાં કુલ 15 દિવસ બેંક બંધ રહેશે.
ATM માં રોકડની અછત ઉભી થઈ શકે છે ભારતીય રિઝર્વ બેંક (RBI) ની વેબસાઈટ www.rbi.org.in પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, એપ્રિલ 2020માં મહાવીર જયંતી, ગુડ ફ્રાઈડે, બિહુ, તમિલ ન્યૂયર વગેરે તહેવારના કારણે બેંકોમાં રજા રહેશે. એવામાં શક્ય છે એટીએમમાં રોકડની અછત સર્જાઈ શકે છે. જાણો એપ્રિલમાં કયા કયા દિવસે બેંક બંધ રહેશે. એપ્રિલમાં ક્યા ક્યા દિવસે બેંક બંધ રહેશે.
1 એપ્રિલએ એન્યુઅલ ક્લોઝિંગ અને 2 એપ્રિલએ રામનવમીના કારણે બેંકો બંધ હતી. ત્યારબાદ 6 એપ્રિલે મહાવીર જયંતીના કારણે બેંક બંધ રહેશે. 10 એપ્રિલે ગુડ ફ્રાઈડ છે અને 13 એપ્રિલે બિહુ ફેસ્ટિવલના કારણે બેંક બંધ રહેશે. 14 એપ્રિલે ડો. બાબા સાહેબ આંબેડકર જયંતીની ઉજવણી કારણે બેંક બંધ રહેશે. 15 એપ્રિલે બોહાગ બિહુ અને હિમાચલ ડે છે તેના કારણે બેંક બંધ રહેશે. તે ઉપરાંત 20 એપ્રિલે ઘડિયા પૂજા અને 25 એપ્રિલે ભગવાન શ્રી પરશુરામ જયંતીના કારણે બેંકોમાં કામગીરી બંધ રહેશે.
રવિવાર ઉપરાંત, દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહે છે. તેના કારણે 5, 11, 12, 19, 25 અને 26 એપ્રિલે બેંક બંધ રહેશે.