અમદાવાદઃ જિગ્નેશ મેવાણીએ ટ્રેન રોકી, આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો
અમદાવાદઃ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આજે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચી ટ્રેન રોકો આંદોલન કર્યું હતું. તેમણે આજે રાજધાની ટ્રેન રોકી હતી. દલિતો સાથે તે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા.
તેમણે કાલુપુર ખાતે વિરોધ પ્રદર્શન કરતાં ટ્રેન રોકી હતી. સરકાર તેમનું સાંભળતા ન હોઈ સરોડાના દલિતોએ ટ્રેનના પાટા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. જિગ્નેશ મેવાણીનો અડાલજથી ગાંધીનગર રેલીનો કાર્યક્રમ ગત રોજ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો ત્યાં તેણે આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા રાજધાની ટ્રેન રોકી હતી. પોલીસે આ વિરોધ કરતા મેવાણી સહિતના 20 દલિતોની અટકાયત કરી હતી