આરોગ્યગાંધીનગરગુજરાત

સરકારની જાહેરાત : કોરોનાથી મોત થાય તો પરિવારને 25 લાખની કોને મળશે સહાય જાણો

ગાંધીનગર :
ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સરકારી કર્મચારીઓ માટે કોરોના વાયરસથી મોત થાય તો 25 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. હવે સસ્તા અનાજની દુકાન ધારકોને પણ સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
સરકારી કર્મચારી જો ફરજ દરમિયાન મોત થાય તો તેમને 25 લાખ મળશે. પણ તેમાં જોગવાઈ કરીને સસ્તા અનાજની દુકાન પર કામ કરતા 17000 કરતા વધુ ભાઈઓ બહેનોને કોરોના સંક્રમણથી અનાજ વિતરણ દરમિયાન મોત થાય તો તેમને પરિવારને પણ 25 લાખની સહાય કરશે તેવી જાહેરાત કરી છે.

આ લોકોને પણ મળશે સહાય
સસ્તા અનાજની દુકાન પર કામ કરતા, તોલનારા, કોમ્પ્યુટર ઓપરેટર, તોલાર્ટ આ લોકોનું પણ વિતરણની વ્યવસ્થા દરમિયાન કોવિડ 19 દ્વારા તેમનું મોત થાય તો ગુજરાત સરકાર તેમને રૂા. 25 લાખની સહાય કરશે.

CM રૂપાણીએ લીધો નિર્ણય

CM રૂપાણીએ મહત્વનો નિર્ણય ખાસ લોકોની આ સંકટ સમયમાં કામગીરીને ધ્યાનમાં રાખીને લીધો છે. CMO સચિવ અશ્વિનીકુમારે આ અંગે આજે પત્રકાર પરિષદ ભરીને જાહેરાત કરી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *