ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં શિક્ષકોના વેકેશનને લઈને શું ચાલી રહી છે વિચારણા. જાણો વિગત

ગાંધીનગર :

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકારે 3 મેં સુધી લોકડાઉન જાહેર કર્યું છે ગુજરાતમાં પણ હાલમાં લોકડાઉન અમલી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના ઉનાળુ વેકેશનમાંથી કેટલાક દિવસોની બાદબાકી કરવાનું ગંભીરતા પૂર્વક વિચારવામાં આવી રહ્યું છે. જો કે આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ શિક્ષણ જગતમાં આ મુદ્દે ગણગણાટ શરૂ થઇ ચુક્યો છે. કેન્દ્ર સરકારે જ્યારથી લોકડાઉન જાહેર કર્યું ત્યારથી ગુજરાત સરકારે પણ તેનો અમલ કર્યો છે. લોક ડાઉન ના પગલે સમગ્ર રાજ્યના શિક્ષકો પ્રાથમિક અને હાઈસ્કૂલમાં જતા નથી. હાલમાં તમામ શાળા અને હાઇસ્કૂલોમાં કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કે વહીવટી કાર્ય બંધ છે. આ તમામ કાર્યો બંધ હોવાના કારણે વર્તમાન સમયમાં શાળાઓ અને હાઇસ્કૂલોમાં વેકેશન જેવી જ સ્થિતિ છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકડાઉનના કેટલાક દિવસો ઉનાળુ વેકેશન તરીકે ગણવાની વિચારણા ચાલી રહી છે. આ મુજબ ઉનાળુ વેકેશનમાંથી લોકડાઉનના દિવસો બાદ કરીને શિક્ષકો માટે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા વહીવટી કામ અંગે શાળાએ આવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. જો કે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વિભાગ દ્વારા કોરોનાની પરિસ્થિતિ અને લોકડાઉનના આગામી સમયની સમીક્ષા કરાયા બાદ આ અંગેનો નિર્ણય લેવાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x