સરકારનો યુ ટર્ન: આ ચાર મહાનગરોમાં 3 મે સુધી દુકાનો બંધ રહેશે
ગાંધીનગર :
ગુજરાત સહિત દેશભરમાં કોરોના કારણે લોકડાઉન છે. આ સ્થિત વચ્ચે ગઈકાલે રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડી હોટસ્પોટ અને કન્ટેઈનમેન્ટ વિસ્તાર સિવાય કેટલીક ચોક્કસ દુકાનો ખોલવાની છૂટ આપવાનો મહત્તવનો નિર્ણય લીધો હતો. જેને પગલે આજે ઘણા દુકાનદારો પોતાની દુકાનો ખોલી હતી.
બીજ બાજુ હવે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, અને રાજકોટમાં આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાય દુકાન ખુલશે નહી. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે કહ્યું કે કોરોના વાયરસના વધતા કેસોના પગલે આ ચારેય મહાનગરોમાં મ્યુનિ. કમિશ્નર અને કલેકટરોએ સંયુક્ત રીતે નિર્ણય કર્યો છે.
અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં જીવન જરૂરિયાત સિવાયની કોઈપણ દુકાન ૩ મે પહેલા નહીં ખુલે. આ શહેરોમાં કોરોના વાયરસ હોટસ્પોટ વિસ્તારો આવેલા હોય લોકડાઉનની સ્થિતિ ૩ મે સુધી યથાવત જ રહેશે. રાજ્ય સરકાર દ્વારા વેપારી એસોસિએશને અને મ્યુનિસિપલ કોર્પેોરેશન દ્વારા પરસ્પર ચર્ચા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રસંશનીય અને અન્ય હોટસ્પોટ વિસ્તારો માટે અનુકરણીય પણ છે.
રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનરો અને જીલ્લા કલેકટરોએ સ્થાનિક વેપારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યો છે. પ્રવર્તમાન કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં સમગ્રતયા તા.૩ મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી અને બંધ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકડાઉન દરમિયાન નાની દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે પણ અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં નાની દુકાનો પણ નહીં ખુલે. આ શહેરોના વેપારીઓએ લોકડાઉનની મુદ્દત ૩ મે સુધી સ્વૈચ્છીક રીતે દુકાનો ન ખોલવાનો નિર્ણય કર્યો છે. વેપારી એસોસિયેશને સામેથી જ આ પ્રસ્તાવ મૂક્યો હતો જે નિર્ણયને આવકારી બિરદાવતા ગુજરાતનાં
ચાર મહાનગરો અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટમાં દુકાનો બંધ રહેશે. જો કે આ દરમિયાન આવશ્યક સેવા ચાલુ જ રહેશે. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.