ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસ 247 વધ્યા, કુલ 3548.
ગાંધીનગર :
ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ એ આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આજના નવા કોરોના કેસ અને કોરોના વાયરસની અસર વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લી પ્રેસ બાદ રાજ્યમાં નવા પોઝિટિવ કેસમાં 247 નો વધારો થયો છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવ કુલ સંખ્યા અત્યાર સુધી 3548 પર પહોંચી ગઈ છે. આ મહામારીને કારણે અત્યાર સુધી 162 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તો કુલ 394 લોકો રીકવર થયા છે.
ક્યાં જિલ્લામાં કેટલા કેસ :
અમદાવાદ – 2378
રાજકોટ – 46
સુરત – 556
વડોદરા – 240
ભાવનગર – 40
કચ્છ – 06
મહેસાણા – 07
ગીર સોમનાથ – 03
પોરબંદર – 03
પંચમહાલ – 20
પાટણ – 17
છોટાઉદેપુર – 13
જામનગર – 02
મોરબી – 01
સાબરકાંઠા – 03
આણંદ – 51
દાહોદ – 04
ભરૂચ – 29
બનાસકાંઠા – 28
ગાંધીનગર – 30
ખેડા – 06
બોટાદ – 13
નર્મદા – 12
અરવલ્લી – 18
મહીસાગર – 10
નવસારી – 03
તાપી – 01
વલસાડ – 05
સુરેન્દ્રનગર – 01
ડાંગ – 02