બે દિવસમાં તમામ ખાનગી દવાખાના ખોલો, નહીં તો લાઇસન્સ રદ્દ થશે: રાજીવ કુમાર
ગાંધીનગર :
સરકારે 48 કલાકમાં તમામ ખાનગી દવાખાનાને ખોલવા આદેશ આપી દીધો છે. આમ નહીં કરનાર દવાખાનાના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના અગ્ર સચિવ આઇએએસ અધિકારી રાજીવ કુમારે આ આદેશ કર્યો છે. હાલ આ મહામારી સમયે ખાનગી દવાખાના ધરાવતા લોકો પોતાના ક્લિનિક બંધ કરીને બેસી ગયા છે. જેને લઈને દર્દીઓને ખુબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા ગુજરાતના એડી.ચીફ સેક્રેટરી અને જેમને અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે તે રાજીવ કુમાર ગુપ્તાએ તમામ ડોક્ટરોને તાકીદે પોતાના ક્લિનિક ખોલવા હુકમ કર્યો છે.