ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો, રાજ્યમાં કુલ કેસ 6625 નોંધાયા
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે. ગુજરાતમાં કોરોના (Coronavirus) ના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજ્યનાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ દ્વારા પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું કે, આજના દિવસમાં સાંજના 5 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા કેસ 380 નોંધાતા રાજ્યમાં કુલ કેસ 6625 નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કુલ 398 મોત નિપજ્યાં છે તેમજ કુલ 1500 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં જિલ્લાવાર કેસની વિગતો નીચે મુજબ છે.
• અમદાવાદ : 4735
• રાજકોટ : 62
• સુરત : 772
• વડોદરા : 421
• ભાવનગર : 82
• કચ્છ : 07
• મહેસાણા : 42
• ગીર સોમનાથ : 03
• પોરબંદર : 03
• પંચમહાલ : 51
• પાટણ : 24
• છોટાઉદેપુર : 14
• જામનગર : 05
• મોરબી : 01
• સાબરકાંઠા : 10
• આણંદ : 76
• દાહોદ : 15
• ભરૂચ : 27
• બનાસકાંઠા : 64
• ગાંધીનગર : 83
• ખેડા : 17
• બોટાદ : 48
• નર્મદા : 12
• અરવલ્લી : 22
• મહીસાગર : 42
• નવસારી : 08
• તાપી : 02
• વલસાડ : 06
• જૂનાગઢ : 02
• સુરેન્દ્રનગર : 01
• દેવભૂમિ દ્વારકા : 03
• ડાંગ : 02
• અમરેલી : 00