ગાંધીનગર

ગાંધીનગરમાં કોરોનાનો કહેર વધ્યો, નવા 8 કેસ

ગાંધીનગર :
કોરોના વાયરસ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસે આંટો મારતો હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ કેસ આવ્યા હતા. ત્યારે આજે શહેર વિસ્તારમાં વધારે કેસ આવ્યાં છે. શહેર વિસ્તારમાં 8 કેસ આજે આવ્યાં છે. જ્યારે એક કેસ માણસા તાલુકાના અમરાપુર ગામમાં નોંધાયો છે. આ યુવક સેક્ટર 28માં આવેલી કલ્પતરૂ પાવર લિમિટેડમાં નોકરી કરતો હતો. જેમાં સેક્ટર-3 દિવસમાં એક જ પરિવારના 3 લોકો પોઝિટિવ થયાં છે. જેમાં 55 અને 32 વર્ષીય પુરુષ તથા 53 વર્ષની મહિલા પોઝિટિવ આવી છે. સેક્ટર 2B મા 29 વર્ષીય મહિલા, સેકટર-24 માં અગાઉ ધોબીનો પોઝિટિવ કેસ આવ્યો હતો, તેના પરિવારમાં 70 વર્ષીય વૃદ્ધ અને 31 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે. ઉપરાંત સેક્ટર24 ઇન્દિરાનગરમાં ફ્રુટની લારી ચલાવતા શ્રમજીવીનો 12 વર્ષનો દીકરો પોઝિટિવ આવ્યો છે. જ્યારે સેકટર 7માં 29 વર્ષીય યુવક કોરોનાની ઝપટે ચડ્યો છે. જ્યારે ગાંધીનગરનાં માણસા તાલુકાના અમરાપુર ગામમાં રહેતો 32 વર્ષીય યુવક પોઝિટિવ આવ્યો છે. આ યુવક ગાંધીનગર શહેરના સેક્ટર 28માં આવેલી કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડમાં નોકરી આવતો હતો. કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન લિમિટેડ કંપનીમાં સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવામાં આવતો હતો. અનેક લોકો ભયના માર્યા નોકરી આવતાં હતાં. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી. હવે આજના 9 કેસની સાથે ગાંધીનગર જિલ્લામાં 140નો આંકડો થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x