મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ-સાદરામાં ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી મહોત્સવ નિમિતે વિશ્વપર્યાવરણ દિનની ઉજવણી કરાઈ
ગાંધીનગર :
ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ , સાદરામાં બા – બાપુ ૧૫૦ અને ગૂજરાત વિદ્યાપીઠ શતાબ્દી મહોત્સવ નિમિતે ૫મી જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ, સંકુલના સંયોજક પ્રા. રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાનો વેબિનારનું આયોજન કરાયું જેમાં રાજ્યની જુદી જુદી સંસ્થાના ૨૫૦ અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કુલનાયક ડૉ. અનામિક શાહ એ વૈશ્વિક મહામારીમાં યુવાનોનું કર્તવ્ય અંગે રસપ્રદ વાર્તાલાપ કર્યો. વિસ્તરણ નિયામક ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ પર્યાવરણના જતન માટે કરવાના કાર્યો વિશે વાર્તાલાપ કર્યો. સંકુલના સંયોજક પ્રા. રમેશભાઈ પટેલએ પર્યાવરણની જૈવિક વિવિધતાનું મહત્વ, પૃથ્વીએ સજીવોનું રહેઠાણ છે તેમજ લુપ્ત થતી વનસ્પતિ, પક્ષીઓ, વન્યપ્રાણીઓ વિશે રસપ્રદ માહિતી આપી પ્રાધ્યાપક ડૉ. કનૈયાલાલ નાયકએ પર્યાવરણના મહત્વ વિશે અને મદદનીશ અધ્યાપક ડૉ. મોતીભાઈ દેવું એ વૈશ્વિકમહામારી અને વિશ્વપર્યાવરણ વિશે ચર્ચા કરી, આભાર દર્શન પ્રાધ્યાપક ડૉ. રાજેન્દ્રભાઈ જોષી એ કર્યું, સમગ્ર કાર્યક્રમનું ઉત્સાહભેર સંચાલન યુવાન પ્રાધ્યાપક ડૉ. દિવ્યેશ ભટ્ટ એ કર્યું, વૈશ્વિક મહામારી અને પર્યાવરણ વિષયક વેબિનારનું પ્રસારણ ઝૂમ એપ્લીકેશન દ્વારા કરાયું જેમાં ભાગલેનાર શ્રોતાઓને તુરંત ઈ-પ્રમાણપત્રો આપવામાં આવ્યા ઓનલાઈન પ્રસારણ અને સમગ્ર વ્યવસ્થાપન કોમ્પ્યુટર ટેકનીશીયન શ્રી વિશાલ માંગરોલીયા દ્વારા કરાયું હતું.