સરકાર અને શિક્ષકોની પોલ ખુલી: બાળકો, ગુજરાતના CM કોણ..? ‘નરેન્દ્ર મોદી’
ગાંધીનગર:સામાન્ય જ્ઞાનમાં સરકારી શાળાના બાળકોની બુધ્ધી ક્ષમતા કેટલી છે, તેની ખાતરી વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભુજી ઠાકોરને આજે થઇ હતી. તેમણે પૂછેલા પ્રશ્નનો ઉત્તર મળતાંજ ગુણોત્સવનું પરિણામ બહાર આવ્યુ હતું. તેમાં સરકારી શાળાના શિક્ષણનો પુરાવો મળી ગયો હતો. જ્યારે સેક્ટર-7ની શાળામાં બાળકો અને શિક્ષકોને પ્રાર્થનાના શ્લોકના ભાવાર્થની ખબર ન હોય તેવો ચોંકાવનારો અનુભવ રાજ્યના મુખ્ય સચિવને થયો હતો.
શિક્ષકોને ટકોર કરી હતી કે તમે શું શિખવાડો છો
વાત એવી છે કે આજે ગુણોત્સવ પ્રસંગે માણસા તાલુકાના અંબોડ ખાતેની આનંદપુરા સરકારી પ્રા.શાળામાં શંભુજી ઠાકોર ગયા હતાં. ત્યાં તેમણે ધોરણ-5ના એક બાળકને પૂછ્યૂ કે તમે જાણો છો…આપણા મુખ્યમંત્રીનું શુ નામ છે…? ત્યારે નરેન્દ્ર મોદીનું નામ સાંભળી વિધાનસભાના ઉપાધ્યક્ષ એકાએક ચોંકી ઉઠ્યાં..જો કે તેમણે બાળકોમાં નરેન્દ્ર મોદી ખુબ પ્રિય છે, તેમ સમજીને વાતને હળવાશથી લીધી હતી. પરંતુ તેમણે શિક્ષકોને ટકોર કરી હતી કે તમે શું શિખવાડો છો.
શાળાના શિક્ષકો અને આચાર્ય પણ જવાબ ન આપી શક્યા
બીજો એક પ્રસંગ પણ શિક્ષણ વિભાગ માટે નાલેશીભર્યો બન્યો હતો. જેમાં પાટનગરમાં સેક્ટર-7માં આવેલી પ્રાથમિક શાળામાં પહોંચેલા રાજ્યના મુખ્ય સચિવ જે.એન સિંઘને કડવા અનુભવ સમાન રહ્યો હતો. શરૂઆતે ગવાયેલી પ્રાર્થના બાદ મુખ્ય સચિવે ‘સહનૌભૂનક્તુ…સહવિર્યમ કરવા વહે’આ શ્લોકનો અર્થ પૂછ્યો હતો. ત્યારે બાળકો તો ઠીક પણ શાળાના શિક્ષકો અને આચાર્ય પણ જવાબ આપી શક્યા ન હતાં. આ શ્લોક કયા ધર્મ શાસ્ત્રનો છે, તેની જાણકારી પણ ન હતી.