WhatsAppએ ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ્સ પર મૂક્યો પ્રતિબંધ
IT નિયમો 2021 હેઠળ પગલાં લેતા WhatsAppએ ભારતમાં 71 લાખથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં માત્ર એક મહિનાની અંદર આટલા બધા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા દિગ્ગજ વ્હોટ્સએપે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં 71 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નવેમ્બર મહિનામાં વોટ્સએપને 8,841 ફરિયાદો મળી હતી, જેમાંથી કંપનીએ 6 વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
દર મહિને કંપની યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરે છે. જો તમે વોટ્સએપના નિયમો અને શરતો અનુસાર તમારું એકાઉન્ટ ઓપરેટ કરતા નથી, તો તમારું એકાઉન્ટ પણ પ્રતિબંધિત થઈ શકે છે. જો તમે નગ્નતા, કૌભાંડ, છેતરપિંડી, ચોરી, દેશ વિરુદ્ધ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ છો, તો કંપની કોઈપણ સમયે તમારા એકાઉન્ટને પ્રતિબંધિત કરી શકે છે. કંપનીએ આઈટી નિયમો 2021 હેઠળ આ કાર્યવાહી કરી છે. આ નિયમ હેઠળ તમામ મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને યુઝર સેફ્ટી રિપોર્ટ જાહેર કરવાનો રહેશે. આ ઉપરાંત ફરિયાદો અને તેમના પર કરવામાં આવેલી કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.
ગયા વર્ષે 1 નવેમ્બરથી 30 નવેમ્બરની વચ્ચે કંપનીએ ભારતમાં 71 લાખ 96,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાંથી 19 લાખ 54,000 ખાતાઓને કંપનીએ પોતાની દેખરેખ હેઠળ કોઈપણ ફરિયાદ વિના પ્રતિબંધિત કરી દીધા છે.