ધો.9 અને 11માં નાપાસ વિદ્યાર્થીઓને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, જાણો
ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ધોરણ 12નું આજે પરિણામ જાહેર થયું છે જેની ઉજવણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. તો બીજી તરફ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. અભ્યાસમાં અપવ્યય અને સ્થગિતતા ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિધાર્થીઓનો શાળા કક્ષાએ રી-ટેસ્ટ લેવાશે. શૈક્ષણિક વર્ષ 2021-22માં ધોરણ 9 અને 11 વિધાર્થીઓની રી-ટેસ્ટ લેવાનો નિર્ણય તા.13/06/2022 ના રોજ શાળાઓ ખુલ્યા પછી લેવામાં આવશે.
વિધાર્થી હિતમાં લેવાયેલા આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું કિંમતી 1 વર્ષ બચશે અને તેઓ રી-ટેસ્ટમાં પાસ થવાથી તણાવ વિના આગળના વર્ષમાં અભ્યાસ કરી શકશે.