આંતરરાષ્ટ્રીય

EUએ ભારતીય નાગરિકો માટે શેંગેન વિઝાના નિયમો બદલ્યા

શેંગેન વિઝા એક એવા વિઝા છે, જે બિન-યુરોપિયન લોકોને યુરોપિયન યુનિયનના દેશોમાં મુસાફરી કરવા અને ત્યાં ટૂંકા સમય માટે રહેવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે આ વિઝાની માન્યતા પ્રવેશ તારીખથી શરૂ થાય છે અને મહત્તમ 90 દિવસ સુધી ચાલે છે. જો કે, આ વિઝા વિદેશમાં કામ કરવાની પરવાનગી આપતું નથી. પરંતુ હવે ભારતીય નાગરિકો પણ લાંબી માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.

યુરોપિયન યુનિયને નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. જેનાથી ભારતથી વારંવાર આવતા મુસાફરોને લાંબી માન્યતા સાથે મલ્ટીપલ એન્ટ્રી માટે અરજી કરવાની મંજૂરી મળશે. જેનાથી 29 દેશોની મુસાફરી સરળ થઈ જશે. યુરોપિયન યુનિયને 18 એપ્રિલે નવા નિયમ અપનાવ્યા હતા.ભારત માટે અપનાવવામાં આવેલા શેંગેન વિઝાના ‘કાસ્કેડ’ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં બે વિઝા મેળવવા અને કાયદેસર રીતે તેનો ઉપયોગ કર્યા બાદ ભારતીય નાગરિકોને હવે બે વર્ષ માટે માન્ય લાંબા કાળા અને મલ્ટિપલ એન્ટ્રીના શેંગેન વિઝા જાહેર કરી શકે છે.નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે જો પાસપોર્ટમાં પૂરતી માન્યતા બાકી છે, તો સામાન્ય રીતે બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા આપવામાં આવશે. યૂરોપિયન યુનિયને કહ્યું કે આવા વિઝાની માન્યતા અવધિ દરમિયાન ધારકોને વિઝા મુક્ત નાગરિકો માટે સમાન મુસાફરી અધિકાર મળશે.શેંગેન વિસ્તારમાં યુરોપના 29 દેશોનો સમાવેશ થાય છે. તેમાંથી 25 યુરોપિયન યુનિયન દેશો છે. બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેકિયા, ફિનલેન્ડ અને સ્વીડન યુરોપિયન યુનિયનના સભ્ય દેશો છે. આ સિવાય આઈસલેન્ડ, લિક્ટેંસ્ટાઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ પણ શેંગેન વિસ્તારમાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x