ડિફેન્સ હબ બનવાની દિશામાં ગુજરાત; હવે વાઈબ્રન્ટની જરૂર નહીં રહે: પારિકર
ગાંધીનગર: મહાત્મા મંદીર ખાતે 8મા વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટનું સમાપન થયું છે. ગુજરાત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસ પોલીસી અંતર્ગત રિલાયન્સ ડિફેન્સ સહિતની સાત કંપનીઓએ ડિફેન્સ અને એરોસ્પેસ સેક્ટરમાં સરકાર સાથે રૂ. 7 હજાર કરોડના એમઓયુ કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રિય રક્ષામંત્રી પારિકરે જણાવ્યું કે, ગુજરાતને 20 લાયસન્સ અપાયા છે. ફાઈટર પ્લેન, હેલીકોપ્ટરના ઉત્પાદનમાં ગુજરાતને સારી તક રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે આ વાઇબ્રન્ટ ગુજરાત વિકાસનો એક મોટો પડઘો બની ચૂક્યો છે કે સંભવતઃ હવે વાઇબ્રન્ટ ગુજરાત કરવાની જરૂર નહી રહેગુજરાત ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રનું હબ બની શકે છે.
કેન્દ્રિય રક્ષામંત્રી મનોહર પારિકરે જણાવ્યું હતું કે, હવે આ વાઇબ્રન્ટ ગુજરાત વિકાસનો એક મોટો પડઘો બની ચૂક્યો છે કે સંભવતઃ હવે વાઇબ્રન્ટ ગુજરાત કરવાની જરૂર નહી રહે. કારણ કે જેટલી ઝડપથી એમઓયુ સાઇન થાય છે અને જે અસરકારકતા અને પારદર્શિતાથી તેને કાર્યરત્ કરવા માટે ખૂબ જ શક્તિની જરૂર પડે છે.
ડિફેન્સ-એરોસ્પેસ ક્ષેત્રે ગુજરાત સરકાર સાથે 7 કંપનીઓના રૂ. 7003 કરોડના કરારો
રિલાયન્સ ડિફેન્સ લિમીટેડે પીપાવાવ ખાતે રૂ. 2500 કરોડના રોકણનો કરાર કર્યો, જેથી 1500 રોજગારીનું નિર્માણ થશે. દીપક ફર્ટીલાઈઝર એન્ડ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમીટેડે રૂ. 3 હજાર કરોડનો કરાર કર્યો, 200 રોજગારીનું નિર્માણ થશે. આસ્થા ઈન્ફ્રા લાઈવ્સ પ્રા. લિ. એ રૂ. 550 કરોડનો કરાર કર્યો, વ્લીલ વર્કસ એરિયલ પ્રા. લી.એ રૂ. 100 કરોડનો કરાર કર્યો, જૈવલ એરોસ્પેસ પ્રા. લિ.એ રૂ. 103 કરોડનો કરાર કર્યો, સ્યોર સેફટી લિ. એ રૂ. 10 કરોડનો કરાર કર્યો તેમજ સુપ્રમ એવિએશને રૂ. 40 કરોડના રોકાણનો કરાર કર્યો છે.