આ વસ્તુઓ થશે મોંઘી, ખાદ્ય તેલના ભાવ થયા ડબલ! હજુ વધશે કિંમતો
મહામારીના વધતા ડરના કારણે ખાદ્યતેલની વધતી માંગ નજીકના સમયમાં જ પ્રતિકૂળ અસર કરી શકે છે અને તેની કિંમતમાં વધારા પર બ્રેક લાગી શકે છે. આગામી કેટલાંક દિવસ સોયા અને પામ ઓયલની કિંમતો થોડી નિયંત્રિત રહી શકે છે પરંતુ આ વધુ સમય સુધી નહીં રહે. મે મહિનામાં તેની કિંમત વધુ ઉચ્ચ સ્તર પર પહોંચવાનું અનુમાન છે.
ખાદ્યતેલની કિંમતો કેટલી વધી
કોરોનાની મારનો સામનો કરી રહેલા આમ આદમી પર મોંઘવારીનો બોજ પણ વધી રહ્યો છે. એક વર્ષમાં પામ ઓયલથી લઇને મગફળી, સનફ્લાવર અને સરસિયાનાં તેલની કિંમતોમાં બમણો વધારો થયો છે. મે 2020માં પામ ઓયલની કિંમત 76 રૂપિયા પ્રતિ કિલો હતી પરંતુ 1 વર્ષ બાદ એટલે કે મે 2021માં તેની કિંત 137 પ્રતિ કિલો થઇ ગઇ છે. સાથે જ મે 2020માં મગફળીના તેલની કિંમત 196 રૂપિયા પ્રતિ કિલો થઇ ગઇ છે. 70 ટકા સુધી નિર્ભરતાના પગલે તેમાં આંતરરાષ્ટ્રીય કિંમતોનું મોટુ યોગદાન છે. કોરોનાના પગલે સપ્લાય ચેન પણ ડિસ્ટર્બ થઇ છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં રમઝાન અને લોકડાઉનના પગલે ઉત્પાદન પણ ઘટ્યું છે.
આ વસ્તુઓના પણ ભાવ વધ્યા
ખાદ્ય તેલના ભાવ વધવાના પગલે હવે ચોકલેટ, પેસ્ટ્રી, સાબુ, લિપસ્ટિક અને બાયોફ્યૂલ જેવી પ્રોડક્ટ તૈયાર કરતી કંપનીઓનો ખર્ચ વધશે અને તેના ભાવમાં પણ વધારો થશે. જો કે તેની અસર સ્પષ્ટ રૂપે જોઇ શકાય છે. ખાદ્ય તેલની મોંઘવારી હવે સામાન્ય મોંઘવારીમાં તબદીલ થઇ રહી છે. રેસ્ટોરન્ટના ભોજનથી લઇને ચોકલેટ, પેસ્ટ્રી, સાબુ, લિપસ્ટિક અને બાયોફ્યૂલ સહિત તમામના ખર્ચ વધી રહ્યાં છે અને હવે તેના ભાવ પણ વધશે. જાણકારો અનુસાર કોરોના અને વધતી મોંઘવારીના પગલે ડિમાન્ડ તો ઘટશે જ, ભારતીય ગ્રાહકોની ફૂડ હેબિટ પણ બદલાઇ જશે.
ખાદ્ય તેલ આમ આદમીનું તેલ કાઢી રહ્યું છે. છેલ્લા 1 વર્ષમાં ખાદ્યતેલની કિંમતો બે ગણી વધી છે. NCDEX પર સોયા તેલનો બેંચમાર્ક જૂન કોન્ટ્રેક્ટ 1,454 રૂપિયાની ઉંચાઇ પર પહોંચી ગયો. MCX પર પામ ઓયલના મે સીપીઓ કોન્ટ્રેક્ટે 1249 રૂપિયાની સપાટી સુધી પહોંચ્યું અને હાલ તે 1245 રૂપિયાની નજીક ટ્રેન્ડ કરી રહ્યું છે.