ગુજરાતવેપાર

ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૩૭૭૯૬૨ કરોડ થવાની ધારણા

રાજ્યના નાણાં વિભાગના પ્રકાશનમાં જણાવ્યા પ્રમાણે જાહેર દેવું એકંદર ઘરગથ્થું ઉત્પાદનના ૧૫.૩૪ ટકા જેટલું છે. જાહેર દેવાના ઘટકોમાં બજાર લોન-પાવર બોન્ડ, કેન્દ્રની લોન-પેશગી, નાણાંકીય સંસ્થાઓની લોન, એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે. ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે દેવાની નિયત ૨૭ ટકા સામે માત્ર ૧૫ ટકા દેવું કરવામાં આવે છે પરંતુ આંકડાકીય રીતે જોતાં માર્ચ ૨૦૨૪ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૩૭૭૯૬૨ કરોડ થવાની ધારણા બાંધવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ ૧૧.૮૭ ટકાથી ઘટીને ૩.૯૦ ટકા થયું છે.એવી જ રીતે એનએસએસએફ લોનનો હિસ્સો ૫૧.૫૯ ટકાથી ઘટીને ૭.૩૫ થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો ૩૨.૨૦ ટકાથી વધીને ૮૩.૬૩ ટકા થયો છે જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે.

રાજ્યના દેવાં-પોર્ટફોલિયો પરથી જાણવા મળે છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૩૮૪૭૬ કરોડના કુલ જાહેર દેવામાં બજાર લોનનો ૮૩.૬૩ ટકા જેટલો મોટો હિસ્સો છે. સરકારે ૨.૮૩ લાખ કરોડની બજાર લોન લીધી છે.ગુજરાતમાં દેવા અંગેનું ખર્ચ ૨૦૦૪-૦૫માં ૧૦.૭૯ ટકા હતું જે ઘટીને ૨૦૨૨-૨૩માં ૭.૬૦ ટકા થયું છે અને તે ૨૦૨૩-૨૪માં ઘટીને ૭.૪૫ ટકા થવાની અપેક્ષા છે. જો કે એનએસએસએફ લોન કે જેનું પ્રમાણ કુલ જાહેર દેવામાં ૭.૩૫ ટકા જેટલું છે તે તેના ઉંચા વ્યાજદરના કારણે રાજ્ય સરકારના નાણાકીય ભારણ બની રહ્યું છે. મહેસૂલી આવકની ટકાવારી તરીકે જાહેર દેવાં પર વ્યાજની ચૂકવણી ૨૦૨૩-૨૪માં ૧૧.૬૮ ટકા થઇ છે જે અગાઉના વર્,માં ૧૧.૭૬ ટકા હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x